યુરોપીયન દેશોમા પણ કેરીના રસની માંગ વધી છે ત્યારે નવસારી જિલ્લાની ગણદેવી કેનીંગ ફેકટરી મોટા પ્રમાણમા રસ નિકાસ કરી ખેડુતો માટે ફાયદાનો સોદો સાબિત કરી રહી છે.
નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની મંડળી કેનીંગ ફેકટરીમા કેરીનુ પલ્પ બનાવી મોટા પાયે વિદેશોમા નિકાસ કરવામા આવે છે જેમા દક્ષિણ ગુજરાતની 15 થી વધુ સહકારી મંડળીઓના 25 હજારથી વધુ ખેડુતોની વાડીની કેરીઓ મંડળીઓમાથી સીધી ખરીદી કરી પલ્પ બનાવી નિકાસ કરવામા આવે છે. છેલ્લા 10 વર્ષથી સહકારી ધોરણે રસ બનાવી અમેરિકા ,કેનાડા, યુરોપ લંડન, જર્મની જેવા દેશોમા નિકાસ કરવામા આવી રહ્યો છે. જેથી સહકારી ક્ષેત્રે સૌથી સમૃદ્ધ મંડળી માનવામાં આવે છે. અને ખેડૂતો માટે સ્કેનિંગ ફેક્ટરી આશીર્વાદ સમાન બની છે