Connect Gujarat
ગુજરાત

નવસારી : આઝાદીની ઉજવણી અને મહાત્મા ગાંધીની યાદમાં યોજાયો ગાંધી મેળો...

ગુજરાત એ ગાંધીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, તેમાં પણ નવસારી જીલ્લાને આઝાદીનો સાક્ષી માનવામાં આવે છે.

X

ગુજરાત એ ગાંધીના નામથી દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, તેમાં પણ નવસારી જીલ્લાને આઝાદીનો સાક્ષી માનવામાં આવે છે. આઝાદીની ઉજવણી અને ગાંધીની યાદમાં નવસારી ખાતે ગાંધી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

નવસારી જીલ્લો એ આઝાદીનું પ્રવેશ દ્વાર માનવામાં આવ્યું છે. તા. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધી બાપુનું નિધન તો થયું. પરંતુ તેમની વિચારધારા કાર્યો અને મૂલ્યોને જીવંત રાખવા માટે દેશના ખૂણે ખૂણે ગાંધી મેળાનું આયોજન કરાય છે. આજ હેતુથી નવસારીના બીલીમોરા ખાતે નવસારી વલસાડ અને ડાંગનો સંયુક્ત ગાંધી મેળવ્યો યોજાયો હતો. જેમાં ગફુર બિલખીયા ઉદ્ઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ગાંધી મેળામાં ગાંધી મૂલ્યોને પ્રગટ કરવા માટે ખાદી ગ્રામ ઉદ્યોગ અને સખી મંડળો દ્વારા સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વદેશી અપનાવવાના સ્લોગન સાથે આજની પેઢીને રેડિયો અને સાળ વિશેનું જ્ઞાન મળે તેનું માટે પણ પ્રદાર્ષનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Next Story