Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન; જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ

દેશભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિયન્ટ લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે.

ગુજરાતમાં આવ્યો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન; જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ
X

દેશભરમાં કોરોના વાયરસના નવા ઓમિક્રૉન વેરિયન્ટ લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે. આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. આ દર્દી ઝીમ્બાબ્વે થી ગુજરાત આવ્યો હતો.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વિશેષજ્ઞ દળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું છે. આ દળ ગૌંતેંગ પ્રાંતમાં મામલાને પહોંચી વળવાના પ્રયાસોમાં મદદ કરશે. ઓમિક્રોન લગભગ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHOના આફ્રિકાના ક્ષેત્રીય ઈમરજન્સી ડિરેક્ટર ડો. સલામ ગુણે જણાવ્યું કે ઓબ્જર્વેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ માટે વિશેષજ્ઞોની એક ટીમ ગૌતેંગ મોકલવામાં આવી છે. જ્યારે એક દળ પહેલા જ દક્ષિણ આફ્રીકામાં હાજર છે અને જીનોમ અનુક્રમણમાં મદદ કરી રહી છે વિશ્વમાં કોરોના વાયરસનો વધતો કહેર વધી રહ્યો છે. ત્યારે બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કેસ આવ્યા છે. જેમાંથી 75 કેસ ઓમિક્રોન વેરિઅન્ટના મળ્યા છે. અહીં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 134 કેસો સામે આવ્યા છે. જ્યારે ઈટલીમાં કોરોનાના નવા 17 હજાર 30 કેસો નોંધાયા છે. અહીં એપ્રિલ બાદ એક દિવસમાં સૌથી વધુ કેસો આવ્યા છે. ત્યારે ઇટલીમાં કુલ 4, ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો સામે આવ્યા છે. તો અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો આવ્યા છે.

Next Story