Connect Gujarat
ગુજરાત

ખેતી બેન્કમાં લોન લેનારા ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત...

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે.

ખેતી બેન્કમાં લોન લેનારા ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત...
X

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. જેનો સીધો જ લાભ રાજ્યના 50 હજાર જેટલા ખેડૂતોને મળશે. ખેતી બેન્કમાં લોન લેનારા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે ખેડૂતોની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાના રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટના બીજા જ દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણય પ્રમાણે, જે ખેડૂતો ખેતી બેન્કમાંથી લોન લીધી હોય અને તેની ચુકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ભરવાની રહેશે. ખેતી બેન્કમાંથી લોન લીધેલ ખેડૂતોએ તેમની બાકીની રકમના 25 ટકા જ ભરપાઈ કરવાની રહેશે. 25 ટકા રકમ ભરાશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાય છે. આ જાહેરાતથી 50 હજાર ખેડૂતોને સીધો લાભ થશે. આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે. આ યોજનાનો લાભ માત્ર ખેતી બેન્કના ખેડૂતોને મળશે તેવું પણ જણાવાયું છે. જોકે, આ યોજના પાક ધીરાણ કે, પાક વીમા સંબંધિત નથી જેની ખેડૂતોએ નોંધ લેવી જોઈએ.

Next Story