Connect Gujarat
ગુજરાત

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યમાં સવા કરોડ લોકો કરશે યોગ,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક

રાજ્યકક્ષાના યોગ માટે અમદાવાદ રિવરફ્રન્ટ નક્કી કરવામાં આવ્યું છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્યમાં સવા કરોડ લોકો કરશે યોગ,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક
X

આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સવા કરોડથી વધુ લોકો યોગ કરશે યોગ દિવસના કાર્યક્રમોના આયોજન માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરવામાં આવી, ઉપરાંત અધિકારીઓ આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વર્ષે યોગ દિવસની મુખ્ય થીમ માનવતા માટે યોગ રાખવામાં આવી છે.

યોગ દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યસ્તરની લઈને જિલ્લા, તાલુકા તથા ગ્રામીણ સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સવા કરોડથી વધુ લોકો યોગ કરશે.રાજ્યકક્ષાના યોગ માટે અમદાવાદ રિવરફ્રન્ટ નક્કી કરવામાં આવ્યું છે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ અને પ્રદેશના રમત ગમતના રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.તો સાથે સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે..

આ રાજ્યસ્તરીય કાર્યક્રમમાં 7,500થી વધુ લોકો હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ કાર્યક્રમ નું સીધુ પ્રસારણ તમામ સમારોહ સ્થળ પર કરવામાં આવશે.'આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કુલ 75 આઈકોનિક સ્થળ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.'રાજ્યમાં વતીકાલે સવા કરોડ લોકો યોગમાં ભાગ લેશે જેના માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે..

Next Story