Connect Gujarat
ગુજરાત

"ઓપરેશન ગંગા" : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો માદરે વતન આવ્યા, પરિવારજનોમાં ખુશી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું.

ઓપરેશન ગંગા : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકો માદરે વતન આવ્યા, પરિવારજનોમાં ખુશી
X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. તો બીજી તરફ યુક્રેનથી પરત લાવવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુખારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ પર ઉતરી હતી.

રશિયા અને યુક્રેન યુદ્ધને આજે 11મો દિવસ થઇ ગયો છે. બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાંથી યુક્રેન ખાતે અભ્યાસ કરવા માટે ગયેલા હજારો વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે યુદ્ધની પરિસ્થિતિમાં ફસાયા હતા. જેને લઈ તેઓનાં પરિવારજનો ભારે ચિંતામાં મુકાયા હતા. જેમાં યુક્રેન ખાતે ફસાયેલા વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ઓપરેશન ગંગાનો આરંભ કરી વિધાર્થીઓને પરત ભારત લાવવા માટેની કવાયત હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. તો બીજી તરફ યુક્રેનથી પરત લાવવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુખારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ પર ઉતરી હતી, ત્યારે યુક્રેનના યુદ્ધ ભર્યા માહોલમાંથી વિદ્યાર્થીઓ ઘરે હેમખેમ પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story