Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : ગોધરામાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું, પાલિકા પ્રત્યે લોકોમાં રોષ

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના વોર્ડ નં. 10માં આવેલ ગોન્દ્રા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પંચમહાલ : ગોધરામાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળ્યું, પાલિકા પ્રત્યે લોકોમાં રોષ
X

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના વોર્ડ નં. 10માં આવેલ ગોન્દ્રા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં ઉભરાતી ગટરનું ગંદુ પાણી ભારે દુર્ગંધ મારતું હોવાના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેથી કહી શકાય કે, ગોધરા નગરપાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો ઘોર નિંદ્રામાં જ રહ્યા છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાં લાખ્ખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈન આડેધડ નાખેલ હોવાથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહેતુ થયું છે, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા ખાતે લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી હોવા છતાં ગોધરા પાલિકા તંત્ર કે, વોર્ડના સભ્યો દ્વારા આ ભૂગર્ભ ગટરલાઈનની સફાઈ કરાવવામાં આવતી નથી. જેથી ગટરના ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થવાના કારણે ચિકનગુનીયા, ડેંગ્યુ અને કમળા જેવા અનેક ભયંકર રોગો ફાટી નીકળ્યા છે, ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશો અને વોર્ડના સભ્યો કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આ રીતે ઉભરાતી ગટર લાઈનમાંથી નીકળતા ગંદા પાણીને લઈને અનેક રાહદારી અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જોકે, હવે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story