પંચમહાલ : ગોધરા પોલીસની અનોખી પહેલ, "ગેટ વેલ સુન"ની અપીલ સાથે લોકોને કર્યું માસ્કનું વિતરણ
ગોધરા શહેરમાં બી’ ડીવીઝન પોલીસ દ્વારા કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરો સાથે જ લોકોને "ગેટ વેલ સુન"ની અપીલ સાથે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં બી' ડીવીઝન પોલીસ દ્વારા કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરો સાથે જ લોકોને "ગેટ વેલ સુન"ની અપીલ સાથે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના સંક્રમણના બે તબક્કાના આઘાતમાંથી મુક્ત થયેલા મોટાભાગના પ્રજાજનો પોતાના અને પરીવારના સ્વાસ્થ્યની સુરક્ષાઓ માટે લગભગ "માસ્ક" પહેરવાનું ભૂલી ગયા હતા, પરંતુ કોરોના સંક્રમણના નવા સ્વરૂપમાં ઓમીક્રોનના આગમન સાથે કોરોના આળસ મરડીને ઉભો થયો હોવાની દહેશતોની તકેદારીના ભાગરૂપે ગોધરા શહેરના બી' ડીવીઝન પોલીસ તંત્ર દ્વારા માસ્ક ઝુંબેશની સામે આકરો દંડ વસુલ કરતા પહેલા માસ્ક પહેર્યા વગરના રાહદારીઓ અને વાહન ચાલકોને "માસ્ક" આપીને કોરોના સામે સાવધ રહેવાની સમજ આપતી આ અપીલમાં વિવિધ પોઈન્ટો ઉપર "ગેટ વેલ સુન"ના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં માસ્ક પહેર્યા વગરના કેટલાંક રાહદારીઓએ પોલીસ તંત્રના "માસ્ક" વિતરણના આ કાર્યો પ્રત્યે આભાર પણ વ્યક્ત કરતા નજરે દેખાતા હતા.
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ઘાતક લહેરો ભૂલી જઈને સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં મોટાભાગના પ્રજાજનો માંથી કોરોના સંક્રમણનો ભય વિખેરાઈ ગયો હોવાના બિન્દાસ્ત દેખાતા આ દ્રશ્યો સામે અત્યાર સુધી પોલીસ તંત્ર પણ હળવાશ અનુભવતું હશે, પરંતુ ગુજરાતમાં ઓમીક્રોનના નવા સ્વરૂપમાં કોરોનાના આગમન સાથે દૈનિક કેસોમાં વધારો થઈને બેકાબુ બને આ પૂર્વે સાવધાન રહેવાના આ આદેશોના પાલનમાં ગોધરા શહેર બી' ડીવીઝનના પી.આઈ. એચ.સી.રાઠવા, પી.એસ.આઈ. એન.આર.રાઠોડ તથા સ્ટાફના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર માર્ગો અને સૌથી વધુ વ્યસ્ત વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગરના રાહદારીઓ અને વાહન ચાલકોને સામે જઈને "માસ્ક" વિતરણ કરીને સૌ કોઈને કોરોના સંક્રમણના ભય સામે તમે અને તમારા પરીવારના સ્વાસ્થ્યની સુરક્ષાઓ માટે ફરજીયાત માસ્ક પહેરો સાથે "ગેટ વેલ સુન" જેવી સમજો આપી લોકોને જાગૃત કર્યા હતા.
અમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ ...
21 May 2022 4:14 PM GMTભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને ...
21 May 2022 3:17 PM GMTભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ...
21 May 2022 2:56 PM GMTભાવનગર : 'આતંકવાદ વિરોધી દિન' નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ...
21 May 2022 2:38 PM GMTસુરત: તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ રદ, આદિવાસીઓના વિરોધના પગલે...
21 May 2022 1:40 PM GMT