Connect Gujarat
ગુજરાત

પાટણ : રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા રાધનપુર પાલિકાને UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ..!

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાએ રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

X

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાએ રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની મુશ્કેલી વધી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાધનપુર UGVCLએ આ મુશ્કેલી વધારી હોવાનું સામે આવ્યું છે. રાધનપુર નગરપાલિકા રૂપિયા 3 કરોડ 88 લાખથી વધુનું બાકી પડતું લાઈટ બિલ ન ભરતા UGVCL દ્વારા રાધનપુર નગરપાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં આગામી 72 કલાકમાં રાધનપુર નગરપાલિકા દ્વારા બાકી પડતું લાઈટ બિલ ભરવામાં નહીં આવે તો નગરપાલિકાનું વિજ જોડાણ કાપવાની UGVCLએ નોટિસ આપી છે. જોકે, પડતર બિલ ભરવા માટે રાધનપુર નગરપાલિકાને UGVCL દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ આંખ આડા કાન કરતી નગરપાલિકા બિલ ન ભરતા આખરે રાધનપુર UGVCLની વિભાગીય કચેરી દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપી વીજ જોડાણ કાપવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story