ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.શુક્રવારે જ તે સિડનીની એક શાળામાં આયોજિત પદવીદાન સમારોહમાં પણ ગયા હતાં. આ સમારોહમાં લગભગ 1000 અન્ય લોકો પણ પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોરિસન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ તેમનમાં કોરોનાની પુષ્ટિ થઈ છે.વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે કોવિડ-19 સંક્રમિત થયા બાદ વડાપ્રધાન ના બે RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આવી સ્થિતિમાં ડોક્ટરોએ કહ્યું છે કે તેમને આઈસોલેશનમાં રહેવાની જરૂર નથી. આ હોવા છતાં, સ્કોટ મોરિસન સંપૂર્ણ સાવચેતી રાખી રહ્યા છે આમ છતાં છ દિવસ પછી તેઓની ફરીથી તપાસ કરવામાં આવશે. અને ત્યારના રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. બુધવારે ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 1360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે 804 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે કે અગાઉ બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોહ્ન્સનને પણ કોવિડ થઈ ચૂક્યો છે. તાજેતરમાં સાઉથ આફ્રિકન પ્રેસિડેન્ટ પણ સંક્રમિત હોવાના અહેવાલો આવ્યા હતા. ફિનલેન્ડનાં પી એમ તો પોતે ક્લબિંગ માટે જતાં રહ્યા હોવાથી તેઓની નિંદા પણ થઈ હતી.
ઓસ્ટ્રેલિયાના પીએમ કોરોના પોઝિટિવ,વડાપ્રધાન કાર્યાલયે આપી જાણકારી
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે હાથ ધરાયેલી કોરોના તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.
New Update