Connect Gujarat
ગુજરાત

પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા વીકનું કરાશે ઉદ્ઘાટન

પીએમ મોદીનો એક દિવસીય ગુજરાત પ્રવાસ, ગાંધીનગર ખાતે ડીજીટલ ઈન્ડિયા વીકનું કરાશે ઉદ્ઘાટન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવશે. પીએમ નરેન્દ્ર મોદી 'કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ' થીમ પર આધારિત 'ડિજિટલ ઈન્ડિયા વીક ૨૦૨૨'નો આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી દેશવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના હસ્તે ટેકનોલૉજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે 'ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ', 'માય સ્કીમ', 'મેરી પહેચાન', 'ડિજિટલ ઇન્ડિયા ભાષિની', 'ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ', 'ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ' તથા 'કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક'નો પ્રધાનમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

Next Story
Share it