Connect Gujarat
ગુજરાત

પ્રેમ સ્વરૂપ સ્વામીની હરિધામ સોખડાના ગાદીપતિ તરીકે જાહેરાત થતા વિવાદના એંધાણ

આણંદમાં હરિધામ સોખડા ગાદીપતિની નિમણૂંકમાં ફરી પાછા વિવાદના મંડાણ થયા છે.પ્રેમસ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકે જાહેરાતથી હરિભક્તોમાં ઉભા બે ફાડિયા થયા છે.

પ્રેમ સ્વરૂપ સ્વામીની હરિધામ સોખડાના ગાદીપતિ તરીકે જાહેરાત થતા વિવાદના એંધાણ
X

આણંદમાં હરિધામ સોખડા ગાદીપતિની નિમણૂંકમાં ફરી પાછા વિવાદના મંડાણ થયા છે.પ્રેમસ્વરૂપ સ્વામીની ગાદીપતિ તરીકે જાહેરાતથી હરિભક્તોમાં ઉભા બે ફાડિયા થયા છે. ચરોતરના લાખો હરિભક્તોમાં પ્રેમસ્વરૂપના નામનો ભારે વિરોધ થઇ રહ્યો છે. હરિભક્તોની એવી લાગણી છે કે,પ્રેમસ્વામી, પ્રબોધસ્વામી સાથે સત્સંગ આગળ ધપાવે. ગાદીપતિનાં નામથી નાવલી અને બાકરોલ ખાતે હરિભક્તોના મેળાવડામાં માંગ ઉઠી છે.ત્યાગવલ્લભ સ્વામીની જાહેરાત બાદ હરિભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગત જુલાઈના અંતમાં હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામી મોડી રાતે અક્ષર નિવાસી થતાં ભક્તો શોક મગ્ન બન્યા હતા. આ વચ્ચે જ હવે મંદિરના નવા ગાદીપતિને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી.ઉલ્લેખનીય છે કે, જે તે સમયે જ નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ચાલેલી ચર્ચામાં સૌથી વડીલ સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નામ હાલ અગ્રેસર છે.

તો ત્યાગવલ્લભ સ્વામીનું નામ પણ ચર્ચામાં છે. આ સાથે જ એક તરફ એવી વાતો પણ ચાલી રહી છે કે, હરિધામ સોખડા મંદિરના દિવંગત ગાદીપતિ હરિપ્રસાદ સ્વામીએ પોતાના ઉત્તરાધિકારીનું નામ સૂચવ્યું છે. નવા ગાદિપતિની ચર્ચામાં ત્યાગવલ્લભ સ્વામીનું નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "હાલ કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી અને હું એક નાનો સેવક છું. તો નવા ગાદિપતિનું નામ સંતોની બેઠકમાં નક્કી થશે તેવી વાત પણ તેમણે કહી હતી. હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ નામના શખ્સને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે. અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. ત્યારે હાલ સોખડા હરિધામનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષર નિવાસી હરિપ્રસાદ સ્વામી વારસદાર વાત કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં સ્વામી હરિપ્રસાદ વારસદાર અંગે વાત કરી રહ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું તમને અધ્ધરતાલ મુકીને નહીં જાઉં, બે સંતોને જવાબદારી સોંપીને જવાનો છું.

Next Story