Connect Gujarat
ગુજરાત

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, લાખો ભક્તો ઉમટશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, લાખો ભક્તો ઉમટશે
X

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના મહાકુંભની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છૅ. તો સાથે સાથે અનેક સેવાકીય લોકો દ્વારા સેવાર્થે તૈયાર થતા કેમ્પોને સંચાલકો દ્વારા કેમ્પ ની પણ તૈયારી શરુ થતા અંબાજી પંથકમાં અત્યારથી જ ભક્તિમય માહોલ જામ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે અને આ મહામેળામાં ગુજરાત સહિત સમગ્ર દેશના ખૂણે ખૂણેથી લાખો માઇભક્તો પગપાળા કે વાહનો દ્વારા માં અંબાને શિશ ઝૂકાવવા અંબાજી ખાતે પહોંચતા હોય છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈ અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રહ્યો હતો.પરંતુ આ વર્ષે કોરોના અંકુશમાં આવતા ફરી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઇ તંત્ર દ્વારા અંબાજી ખાતે પહોંચનાર લાખો માઇભક્તો કોઈ અગવડતા ન પડે તેને લઇ તમામ સગવડો ઊભી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

જોકે બે વર્ષના વિરામ બાદ યોજાતા આ મેળામાં અંદાજીત 28-30 લાખ દર્શનાર્થીઓ મા ના ધામે પહોંચશે તેવો અંદાજ રાખી આ ભક્તો માટે સગવડ ઉભી કરાઈ રહી છે ભાદરવી પૂનમ દરમિયાન વાહનો સાથે પહોંચતા યાત્રાળુઓને દાંતાથી ડાયવર્ટ કરી દેવાતા હતાં પરંતુ આ વર્ષે આ માર્ગ ફોરલેન બની જતાં પરંપરાગત ચાલી આવતી આ પ્રણાલીને બદલે હવે વાહન સાથે આવતા યાત્રાળુઓ અંબાજી થી નજીક માં નજીક પહોંચી શકે છે.તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે..જોકે આ વાહનોના પાર્કિંગ માટે ૨૦થી વધુ પાર્કિંગ પ્લોટ પણ તૈયાર કરાયા છે.જેને લઇ આ ભાદરવી પૂનમના મેળા દરમિયાન વાહનો લઈ પહોંચતા માઇ ભક્તો પણ માના ધામમાં સરળતાથી પહોંચી શકે...તો બીજી તરફ માના ધામમાં પહોંચતા પગપાળા સંઘો પોતાની સાથે વાહનો લઈને પહોંચતા હોય છે અને આ વાહનોના પાસ માટે સંઘના સંચાલકોને હેરાનગતિ ન પડે તેને લઈને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા ઊભી કરાઈ છે.જેથી માત્ર ૧૦ મિનિટનો સમય ફાળવી સંઘ સંચાલક અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી પોતાના સંગમાં આવનાર લોકો સહિત વાહનોની પરવાનગી સરળતાથી મેળવી શકશે

Next Story