Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જામનગરમાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને 'પ્રેસિડેન્ટ્સ કલર' સન્માન

દેશના પ્રથમ નાગરિક એવા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે

રાષ્ટ્રપતિનું ગુજરાતમાં આગમન, આવતીકાલે જામનગરમાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને પ્રેસિડેન્ટ્સ કલર સન્માન
X

દેશના પ્રથમ નાગરિક એવા દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ વિધાનસભામાં સંબોધન પણ કરવાના છે. તેઓના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. સાથે ગુજરાતના પ્રથમ નાગરિક એવા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી તા. 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને 'પ્રેસિડેન્ટ્સ કલર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે, જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરીકુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.

Next Story