Connect Gujarat
ગુજરાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ,વડોદરા એરપોર્ટ પર કરાયું સ્વાગત

રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચ્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ,વડોદરા એરપોર્ટ પર કરાયું સ્વાગત
X

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ આર. વી. રમન્ના ગુજરાતની બે દિવસીની મુલાકાતે આવી પહોંચતા વડોદરા એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી મનિષા વકીલ, વડોદરાના મેયર કેયુર રોકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ શમશેર સિંઘ, કલેકટર અતુલ ગોર દ્વારા પણ સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રપતિ વડોદરા એરપોર્ટથી એકતાનગર,નર્મદા ખાતે અખિલ ભારતીય જજીસ કોન્ફરન્સમાં ભાગ લેવા હેલિકોપ્ટર મારફત રવાના થયા હતા.


Next Story