Connect Gujarat
ગુજરાત

'ગુજરાતનું ગૌરવ' પંકજ પટેલની RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે નિમણૂક

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતના પંકજ પટેલ ની સેન્ટ્રલ બોર્ડ માં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાતનું ગૌરવ પંકજ પટેલની RBIમાં નોન-ઓફિશ્યલ ડિરેક્ટર તરીકે નિમણૂક
X

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતના પંકજ પટેલ ની સેન્ટ્રલ બોર્ડ માં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ ના પંકજ પટેલ ની RBI નાં સેન્ટ્રલ બોર્ડ માં નોન ઓફિશિયલ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી છે

પંકજ પટેલ હાલ બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી IIM ઉદયપુરનાં ચેરમેન છે અને IIM અમદાવાદમાં બોર્ડ ઓફ ગવર્નર્સ માં સભ્ય પણ છે. તેઓ અન્ય ઘણી સંસ્થાઓમાં સભ્ય તેમજ પ્રતિષ્ઠિત હોદ્દા પર બિરાજમાન છે. ઇન્વેસ્ટ ઈન્ડિયા સંસ્થાઓ સહિત, મિશન સ્ટિયરિંગ ગ્રુપ (MSG) અને સ્વાસ્થ્ય મંત્રાલયની ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી કમિટીમાં પણ સદસ્ય છે. તેઓ ગુજરાત કેન્સર સોસાઈટીના વાઇસ પ્રેસિડેન્ટ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન પણ છે. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ચેઇન ઝાયડસ અને તેઓ ચેરમેન પદે રહેલા છે. અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરના ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસી નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.

Next Story
Share it