Connect Gujarat
ગુજરાત

રખડતા ઢોર ને મુદ્દે નવા બિલને લઈને માલધારી સમાજનો વિરોધ પ્રદર્શન

રાજ્યના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ દિવસે ને દિવસે વધી હોય છે. ત્યારે રખડતા ઢોર ને કારણે અનેકવાર અકસ્માતના બનાવ બને છે

રખડતા ઢોર ને મુદ્દે નવા બિલને લઈને માલધારી સમાજનો વિરોધ પ્રદર્શન
X

રાજ્યના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ દિવસે ને દિવસે વધી હોય છે. ત્યારે રખડતા ઢોર ને કારણે અનેકવાર અકસ્માતના બનાવ બને છે અને નિરદોષને જીવ ગુમાવનો વારો આવે છે. તેના ઉકેળ માટે થઈને હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. આવતીકાલે 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. જેને લઈને માલધારી સમાજમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રખડતા ઢોર ના કારણે જે અકસ્માતો સર્જાય છે અને જનતાએ જે જીવ ગુમાવવાની વારો આવે છે તેને પગલે ગુજરાત હાઇકોર્ટ ધ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો અને તેને લઈને સરકાર આ વિધાનસભામાં તેનું બિલ મૂકી ને કદમાં ફેરબદલ કરવા જઈ રહી છે. ત્યારે આ બિલની જોગવાઈ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે. આ કાયદાના વિરોધમાં આજે અમદાવાદ કલેકટર ઓફિસ ખાતે 50 જેટલા માલધારી સમાજના આગેવાનો અને લોકોએ કલેકટર સંદીપ સાગલેને આવેદનપત્ર આપ્યું હતું.

કલેકટર દ્વારા આવેદનપત્ર સ્વીકારી અને આ મામલે ગાંધીનગરમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સમગ્ર માલધારી સમાજ ના નાગજી દેસાઈ, લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, રોડ પર રખડતા પશુઓ અંગેના સરકાર દ્વારા લાવવામાં આવનાર વિધેયકને લઈને માલધારી સમાજમાં નારાજગી છે. માલધારી સમાજના ધર્મગુરુઓ અને આગેવાનોને વિશ્વાસમાં લઈને સરકાર કાયદો લાવે. શહેર અને રાજ્યમાં થતા વિકાસને લઇને અમને કોઈ વાંધો નથી. સરદાર પટેલ રિંગ રોડની બહાર માલધારી સમાજના લોકોને વસવાટ માટે સરકાર જગ્યા ફાળવે.

Next Story