Connect Gujarat
ગુજરાત

રાજકોટ : રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું PM મોદીના હસ્તે કરાયું લોકાર્પણ...

રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લેન લેન્ડ થયું હતું.

X

રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. આ સાથે જ PM મોદીએ સૌરાષ્ટ્રવાસીઓને વિવિધ વિકાસકાર્યોની ભેટ ધરી હતી.

રાજકોટ ખાતે ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્લેન લેન્ડ થયું હતું. હીરાસર એરપોર્ટના પરિસરનું PM નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ હીરાસર એરપોર્ટનું PM મોદીએ રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું. હીરાસર એરપોર્ટથી રવાના થઈ વડાપ્રધાન રેસકોર્સ મેદાને સભાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાજકોટ અને સૌરાષ્ટ્રના નેતાઓ દ્વારા PM મોદીનું વિવિધ મોમેન્ટો આપી સ્વાગત સહિત સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ. 2033 કરોડના ખર્ચે રાજકોટ મનપાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી જનતાને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્ર સહિત અનેકવિધ કામોની પણ લોકોને ભેટ ધરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા સહિતના મહાનુભવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story