Connect Gujarat
ગુજરાત

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ, કોરોના મુદ્દે ભાભી અને નણંદ આમને સામને

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ, કોરોના મુદ્દે ભાભી અને નણંદ આમને સામને
X

ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે.રવિન્દ્ર જાડેજાના પત્નિ અને ભાજપના નેતા રિવાબા જાડેજાએ પોતાના જન્મદિવસે જામનગર જિલ્લાના કુનડ ગામમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતુ. આ કેમ્પમાં રીવાબાએ કોરોના મુદ્દે નિવેદન આપતા કહ્યું હતુ કે કોરોના હજુ ગયો નથી અને લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. તેમજ બેદરકારીને કારણે કોરોના ફરી આવી શકે છે ત્યારે માસ્ક,સોશિયલ ડિસટન્સ સાથે કોરોનાની ગાઇડલાઇનનું દરેક વ્યક્તિએ પાલન કરવું જરૂરી છે.રીવાબાના આ નિવેદનનો તેમના નણંદ અને જામનગર જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ નયનાબા જાડેજાએ વળતો જવાબ આપતા રાજકારણ ગરમાયું હતું.

આ અંગે રવિન્દ્ર જાડેજાના બહેન અને કોંગ્રેસના મહિલા પ્રમુખ નયનાબા જાડેજાએ રીવાબાના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે ભાજપ દ્રારા રાજકીય મેળાવડાઓ કરવાના કારણે કોરોના ફેલાય રહ્યો છે.લોકો જાગૃત છે અને ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે.ભાજપના નેતાઓએ કોરોના ફેલાવા પાછળ દોષનો ટોપલો લોકો પર ન ઢોળવો જોઇએ અને રાજકીય મેળાવડાઓ બંધ કરવા જોઇએ.તેમણે તાજેતરમાં જ કેવડિયા ખાતે મળેલી પ્રદેશ ભાજપની કારોબારીનો ઉલ્લેખ કરતા ભાજપ પર નિશાન સાંધ્યું હતું. છેલ્લા ઘણાં સમયથી રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં મહિલાઓને મળી રહ્યા છે અને તેઓને સામાજિક સંદેશો આપી રહ્યા છે.

દરરોજ અલગ અલગ ગામોમાં પ્રવાસ કરીને મહિલાઓમાં સામાજિક જાગૃતતા કેળવાય તે હેતુથી ગામડાંઓની મહિલાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓની માહિતી આપીને તેઓને આત્મનિર્ભર બનવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

Next Story