Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ચિત્રોડીના પ્રગતીશિલ ખેડૂતે કરી ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી, અન્ય ખેડૂતો માટે પ્રેરણા

ઇડર તાલુકાના ચિત્રોડી ગામના પ્રગતીશિલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરી બમણી આવક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

X

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડી ગામના પ્રગતીશિલ ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી ટામેટાની ખેતી કરી બમણી આવક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત હિતેશ ચૌધરી છેલ્લા 12 વર્ષથી પોતાના ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેર કરી ટામેટાનું વાવેતર કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ટામેટાને છુટક તથા વેપારીને વેચી મહિને હજારોમાં કમાણી કરે છે. ખેડૂત હિતેશ ચૌધરી પાકમાં પેસ્ટિસાઈડ કે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાના બદલે જીવામૃત,પંચામૃત, બીજામૃત,પંચદ્રવ્ય અને આકડાના ફૂલ જેવી કુદરતી દવાઓ બનાવીને તેનો છંટકાવ કરે છે. સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ટામેટાનો ઉછેર કરી રહ્યા છે. રાસાયણિક ટામેટાની સરખામણીએ ઓર્ગેનિક ટામેટાનું ઉત્પાદન વધુ રહે છે. આ ટામેટા બન્ને વચ્ચે તફાવત જોવામાં આવે તો પેસ્ટીસાઈડના પ્રમાણમાં ઓર્ગેનિક રીતે ઉછેર કરાયેલા ટામેટામાંથી વધુ ઉપજ લઈ શકાય છે. વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ટામેટાના કારણે લોકોના સ્વાસ્થ્ય કોઈ અસર થતી નથી. વળી અર્ગેનીક ટામેટા ખાવામાં પણ સારા નીવડે છે. જેથી ઓર્ગેનિક ટામેટાની લોકોમાં માંગ પણ ખુબ રહે છે. ઓર્ગેનિક ટામેટા વેચીને ખેડૂત મહિને 30થી 35 હજાર રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ સાથે જ ખેડૂત હિતેશ ચૌધરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

Next Story