Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : સાબલવાડના ૩ યુવા મિત્રોનું અનોખું સાહસ, બનાવ્યું વર્મી કમ્પોસ્ટ ખાતર...

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ૩ યુવા મિત્રોએ નવા સ્ટાર્ટ અપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે,

X

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ૩ યુવા મિત્રોએ નવા સ્ટાર્ટ અપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે, ત્યારે જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુધારણા માટે આ યુવા મિત્રોએ ડગ માંડ્યા છે.

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ૩ યુવા મિત્રો દિશાંત, યાજ્ઞિક અને મનન નવા સ્ટાર્ટ અપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવી રહ્યા છે. આર્થિક સધ્ધરતા જ નહીં પરંતુ ખેતી માટે ખેડૂત પુત્ર તરીકે પોતાની જવાબદારી સમજી આ વ્યવસાય પસંદ કર્યો છે. ખેડૂત દિશાંતે જણાવ્યું હતું કે, તેઓ પોતે બીએસસી એગ્રી કર્યું છે. શિક્ષણમાં કૃષિનું જ્ઞાન મેળવી કૃષિ માટે કંઈક કરી શકાય તે હેતુથી તેમના મિત્ર સાથે મળી ખેડબ્રહ્મા “કૃષિ વિજ્ઞાન કેન્દ્ર” ખાતે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની વધુ તાલીમ લઈ 2020થી વર્મી કમ્પોસ્ટ યુનિટ “કણ મણ” શરૂ કર્યું છે. જેનો અર્થ કણમાંથી મણ થાય છે. તેઓ હાલમાં નાના પાયા ઉપર આ કામગીરી કરી રહ્યા છે. વધુ વિગત આપતા ખેડૂત દીશાંતે જણાવ્યું હતું કે, તેમણે વર્મિ કમ્પોસ્ટ માટે આઇસેનિયા ફેટીડા આફ્રિકન અળસિયાની પ્રજાતિ પસંદ કરી છે, જે આપણા વિસ્તારના વાતાવરણમાં જીવી શકે અને અને વિકાસ કરી શકે છે. 50 ડિગ્રી તાપમાન સુધી આ અળસીયા જીવી શકે છે, તેથી અહીંના વાતાવરણને અનુકૂળ હોવાથી તેનો ઝડપી વિકાસ થાય છે. આ ખાતરને તૈયાર થતા 90 દિવસનો સમય લાગે છે. 21 દિવસમાં ઈંડામાંથી તૈયાર થઈને એક અળસિયું બને છે. એક અળસિયું એક વર્ષમાં 7,000 બચ્ચા પેદા કરે છે. અળસિયું એ ખેડૂતનો સૌથી સારામાં સારો સાથી મિત્ર છે, જે જમીનને ફળદ્રુપ બનાવી તેના ઓર્ગેનિક કાર્બનની જાળવણી કરવી તેમજ જમીનને પોચી બનાવી પાણી-ભેજ સંગ્રહ માટે તૈયાર કરવાની કામગીરી કરે છે. આ વર્મી કમ્પોસ્ટ ખાતર અળસિયાને રક્ષણ આપવા તેમજ જમીન ઉપર લાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટ થકી તૈયાર થયેલા ફળદ્રુપ ખાતર અને અળસિયાને વાવણી વખતે ખેતરમાં નાખવાથી જમીનને કોઈપણ જાતના બીજા ખાતરની જરૂર પડતી નથી. ઉપરાંત ઉત્પાદન પણ સારું મળી રહે છે.

Next Story