Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : બ્રેક ફેઇલ થઈ જતાં સિટિ બસ બેકાબું, રિક્ષાને અડફેટે લેતા ચાલકને ઇજા...

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર શહેર ખાતે સિટિ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સાબરકાંઠા : બ્રેક ફેઇલ થઈ જતાં સિટિ બસ બેકાબું, રિક્ષાને અડફેટે લેતા ચાલકને ઇજા...
X

સાબરકાંઠા જિલ્લા હિંમતનગર શહેર ખાતે સિટિ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે રિક્ષાચાલકને ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર શહેરના બસ સ્ટેન્ડ નજીક નગરપાલિકા સંચાલિત સિટિ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સિટિ બસની બ્રેક ફેઇલ થતાં સર્જાયેલ અકસ્માતમાં રિક્ષાચાલકને શરીરે નાની મોટી ઇજાઓ પહોચી હતી. અકસ્માતના મગલે સિટિ બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા, તો મુસાફરો આબાદ બચાવ થતાં લોકોએ રાહત અનુભવી હતી. અકસ્માતમાં ઇજા પામેલ રિક્ષાચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Next Story