Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને નુકશાન, સરકાર સમક્ષ સહાયની માંગ...

સાબરકાંઠા જિલ્લામાં કમસોમી વરસાદ સાથે કરા વરસતા ખેડૂતો સહિત ઈંટ ઉત્પાદકોને પણ મોટું નુકશાન થયું છે,

X

સાબરકાંઠા જિલ્લામાં કમસોમી વરસાદ સાથે કરા વરસતા ખેડૂતો સહિત ઈંટ ઉત્પાદકોને પણ મોટું નુકશાન થયું છે, ત્યારે હાલ તો ઈંટ ઉત્પાદકોએ સરકાર સમક્ષ સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા સતત 2 દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને તૈયાર થયેલા પાકની સાથે ઉદ્યોગો અને ધંધામાં પણ નુકસાન જોવા મળ્યું હતું. વરસાદની સાથે ભારે વાવાઝોડા અને કરા પણ પડ્યા હતા. ત્યારબાદ ઈંટ ઉત્પાદકો દ્વારા તૈયાર કરાયેલ ઈંટના ભઠ્ઠામાં વરસાદી પાણી ભરાઈ જતા વ્યાપક નુકસાન થયું છે. હિંમતનગર તાલુકા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઈંટોનો ઉત્પાદન કરવામાં આવે છે. ભર ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે, ઈંટો ઉત્પાદકો દિવાળીના તહેવારમાં ઈંટ તૈયાર કરવાની શરૂઆત કરે છે. હાલની સીઝનમાં ઈંટો કાઢવાનો સમય થયો છે, જ્યારે 6 દિવસ ઈંટો પકવીને બજારમાં વેચાણ કરવામાં આવે છે. ઈંટોના ભઠ્ઠામાં વરસાદને લઇને નુકસાન થયું હતું. જોકે, ઈંટના ઉત્પાદકો સામાન્ય દિવસોમાં વધુ આવક મેળવે છે. પરંતુ વરસાદના કારણે 50 ટકા જેટલું નુકશાન થયો છે, જ્યારે ઈંટો પકવવામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના મજૂરો કામ કરતા હોય છે. ઈંટના ધંધામાં કોઈપણ પ્રકારનો વીમો નથી મળતો. તો બીજી તરફ, ઈંટ ઉત્પાદકો વીમાના પૈસા ભરવા પણ તૈયાર છે. પરંતુ સરકાર તરફથી ઈંટ ઉત્પાદકોને વીમો મળી રહે તેવી આશાએ ઈંટ ઉત્પાદકો મીટ માંડીને બેઠા છે. જોકે, આ વખતે નુકશાનના કારણે મજૂરોની મજૂરી પણ વરસાદના પાણીમાં વહી ગઈ હોવાનું ઈંટ ઉત્પાદકોએ જણાવ્યુ હતું.

Next Story