Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ચાંપલાનાર ગામમાં કપિરાજે મચાવ્યો આતંક, ઘરની બહાર નીકળતા ગ્રામજનોમાં ડર...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં છેલ્લા 3 દિવસથી ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં છેલ્લા 3 દિવસથી ગ્રામજનો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, જ્યાં કપિરાજે ગામમાં એટલો આતંક મચાવ્યો છે કે, 10થી વધુ લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામમાં કપિરાજે ગ્રામજનો પર હુમલો કર્યો છે. છેલ્લા 3 દિવસથી કપિરાજે લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું છે. જેમાં 4થી 5 મહિલાઓ અને 4થી 5 પુરૂષો પર હુમલો થયો છે. કપિરાજે હુમલો કરતાં એક મહિલાને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જોકે, છેલ્લા 3 દિવસથી કપિરાજના ખેલના સમાચાર સાંભળીને વન વિભાગના કર્મચારી અને અધિકારીઓએ ગામમાં ધામા નાખ્યા હતા. અને કપિરાજને પકડવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જોકે, આ કપિરાજે વન વિભાગના અધિકારીઓને બચાવી લીધા હતા. પરંતુ આશ્ચર્યચકિત કરી દીધું અને સમગ્ર ગામની આસપાસ વન વિભાગને દોડતું કરી દીધું હતું. ચાંપલાનારના ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે હાથમાં લાકડીઓ લઈને જતા હોય છે. જો આ કપિરાજને પાંજરે પુરવામાં આવે તો લોકોમાં ડર ઓછો થશે તેવી ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી હતી.

Next Story