/connect-gujarat/media/post_banners/97dfe1873466b60ab14dcf19075ae7f068bb545de446efd3a1aae893354c0849.jpg)
અરવલ્લીની ગિરિમાળામાં આવેલું વિજયનગર પોળો ફોરેસ્ટમાં ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ વધ્યા છે. ચોમાસાની ઋતુમાં પોળો ફોરેસ્ટમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાય છે જેને જોઈ લોકોના મન પ્રફુલ્લિત થઈ જાય છે.
ચોમાસાની શરૂઆત થતા જ સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલમાં પ્રવાસીઓની ભીડ વધવા લાગી છે. ત્યારે કોઈ પણ વ્યક્તિએ પોળોના જંગલમાં ફરવા જતા પહેલા કેટલાક મુદ્દા છે, જે જાણી લેવા જોઈએ. જેથી પોળોમાં ગયા બાદ હેરાન ન થવું પડે. આ ઉપરાંત સાબરકાંઠા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કેટલાક નિયમો પણ જાણી લેવા જોઈએ.પોળો જંગલ વિશે આપણે જાણીએ જ છીએ જેમાં વણજ ડેમ, હાથમતી નદી, જુના જૈન દેરાસરો, શિવ મંદિરો, ટ્રેકિંગ કરવા માટે ડુંગરો અને કુદરતના ખોળે વસેલું આપણું જંગલ અહીં આવનાર વ્યક્તિને અહીં જ રોકાઈ જવા માટે પ્રેરિત કરતું હોય તેવું છે.
કેમ્પ સાઈટ રાજ્ય સરકાર દ્વારા પોળોમાં આવેલી પોલો કેમ્પ સાઈટ વિકસાવવામાં આવી છે, જે થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે, અને અહીં આવતા પ્રવાસીઓ પણ આ કેમ્પ સાઈટમાં આવેલા રૂમ ભાડે લઈને તેમાં રાત્રી રોકાણ પણ કરી શકે છે. 800 હેક્ટરમાં ફેલાયેલું છે જંગલ આ બાબતે ધોલવાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.આર. વાઘેલાનું કહેવું છે કે, પોળોનું જંગલ 800 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં 400 મીટરનો એક ટ્રેક બનાવાયો છે. જ્યાં પ્રવાસીઓ પહાડ પર ચડી એડવેન્ચર કરી શકે છે. આ સિવાયનો વિસ્તાર પ્રવાસીઓને જવા માટે પ્રતિબંધિત છે. જંગલમાં ફરતા જંગલી પ્રાણીઓ જેવા કે રીંછ-દીપડા થી પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે આ પ્રતિબંધ લગાવાયો છે.
પ્રદુષણ મુક્ત જંગલ સાબરકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ જેવા મુદ્દાને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પોળોના જંગલને પ્રદૂષણ મુક્ત એકદમ સ્વચ્છ વાતાવરણ રાખવા માટે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.આ જાહેરનામું બહાર પડ્યા બાદ અત્યારે પોળોમાં આ બંને મુદ્દાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. કોઈ પણ પ્રવાસી કે મુલાકાતી અહીં કચરો ફેકતા કે ભારે વાહનનો અંદર લઈ જતા પકડાય તો તે દંડનીય ગુનો છે.