Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: સપ્તેશ્વર નદીમાં અલગ અલગ જગ્યાએ ડૂબી ગયેલા બે યુવાનોની ત્રીજા દિવસે શોધખોળ યથાવત

નદીમાં સવારથી સાંજ હિંમતનગર, ઇડર, માણસા, વિજાપુર અને મહેસાણાની ફાયર ટીમ શોધખોળ કરી રહી છે.

X

સાબરકાંઠાની સપ્તેશ્વર નદીમાં અલગ અલગ જગ્યાએ ડૂબી ગયેલા બે યુવાનોની ત્રીજા દિવસે શોધખોળ યથાવત રાખવામા આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગેડ અને ઇડરના સપ્તેશ્વર નદીમાં ત્રણ દિવસ પહેલા ડૂબી ગયેલા બે યુવાનોને અલગ અલગ જગ્યાએ નદીમાં સવારથી સાંજ હિંમતનગર, ઇડર, માણસા, વિજાપુર અને મહેસાણાની ફાયર ટીમ શોધખોળ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

આજે પણ સવારથી ફાયર ટીમો નદીના પાણીમાં શોધખોળ કરી રહી છે.તો બીજી તરફ પ્રાંતિજના ગેડ પાસેની સાબરમતી નદીમાં 25 સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે ગેડ ગામનો 20 વર્ષીય યુવાન સિદ્ધરાજસિંહ જશવંતસિંહ રાઠોડ ઢોર ચરાવવા લઈને ગયેલા હતો. દરમિયાન સાબરમતી નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ અંગે ગ્રામજનોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ ભાળ મળી નથી.સતત ત્રીજા દિવસે શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

Next Story