Connect Gujarat
ગુજરાત

ભારતીય મૂળના સત્યા નડેલા બન્યા માઈક્રોસોફ્ટના ચેરમેન

ભારતીય મૂળના સત્યા નડેલા બન્યા માઈક્રોસોફ્ટના ચેરમેન
X

ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને માઈક્રોસોફ્ટને સીઈઓ સત્યા નડેલા નીત હવે માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટથી ગુરુવારે આ જાણકારી સામે આવી છે.

સત્યા નડેલા વર્ષ 2014માં માઈક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર (સીઈઓ) બન્યા હતા. તેમણે સ્ટીવ બાલ્મરની જગ્યા લીધી હતી. હવે નડેલા જોન થોમ્પસનની જગ્યા લેશે. થોમ્પસન હવે લીડ ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર રહેશે. કંપનીએ હાલમાં પ્રતિ શેર 56 સેન્ટ ક્વાર્ટર ડિવિડેન્ડ આપવાનું એલાન કર્યુ છે. આ બાદ સત્યા નડેલાએ લિંકડઈન, ન્યૂનસ કમ્યૂનિકેશન્સ અને જેનીમૈક્સ જેવી અનેક કંપનીઓએ અબજો ડોલરની ભાગીદારીમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

ભારતના હૈદરાબાદમાં સત્યા નડેલાનો જન્મ વર્ષ 1967માં થયો હતો. તેમના પિતા એક સરકારી અધિકારી હતા અને મા સંસ્કૃત લેક્ચરર હતા. તેમનો શરુઆતનો અભ્યાસ હૈદરાબાદ પબ્લિક સ્કૂલથી કર્યા બાદ 1988 માં મનિપાલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને આ બાદ કમ્પ્યૂટર સાયન્સમાં એમએસ કરવા માટે એમેરિકા ગયા. તેમણે ત્યાં 1996માં શિકાંગોના બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યુ.

Next Story