Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજથી 100 % ક્ષમતા સાથે શાળાઓ શરૂ,બાળકોના કિલ્લોલથી ક્લાસ રૂમ ગુંજી ઉઠ્યા

રાજયમાં આજથી 100 % ક્ષમતા સાથે શાળાઓ શરૂ,બાળકોના કિલ્લોલથી ક્લાસ રૂમ ગુંજી ઉઠ્યા
X

કોરોનાની એન્ટ્રી થયા બાદ શાળાઓ પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. છેલ્લા 2 વર્ષથી ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓને પણ ઘમી મુશ્કેલી પડતી હતી. જોકે થોડાક સમય પહેલા સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોરોનાના કેસ વધતા શાળાઓ પછી બંધ કરી ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે કોરોનાના કેસમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેથી ઘટતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આજથી હવે ફરી 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વાલીઓમાં તેમજ વિદ્યાર્થીઓમાં હવે આનંદ જોવા મળી રહ્યો છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ હતી. પરંતુ કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમા પણ હવે તો સરકાર દ્વારા 100 ટકા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Next Story