ઉત્તરાયણને લઈને રાજ્યના ગૃહવિભાગે જાહેરનામું કર્યું જાહેર

જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં

New Update

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતના ગૃહ વિભાગે ઉત્તરાયણને લઈને જાહેરનામું જાહેર કર્યુ છે.

Advertisment

જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં. માસ્ક સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી એકઠા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધાશે. પતંગ બજારમાં ખરીદી માટે બજારની મુલાકાત લે ત્યારે કોવિડ ગાઈડલાઈનું પાલન કરવું પડશે.