ઘરમાં રહેજો, નહીં તો કાળઝાળ ગરમીમાં સેકાઈ જશો, 3 દિવસ હીટવેવની આગાહી

હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની દ્વારા આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી રહેશે.

New Update

હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની દ્વારા આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી રહેશે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હિટવેવ રહેશે. ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આ સાથે જ તમને જણાવીએ કે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Advertisment

હિટવેવની આગાહી કારણે રાજ્ય હવામાન વિભાગે બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આ દિવસોમાં અમદાવાદ થી લઇને બીજા અનેક શહેરોમાં ઝાડા ઉલ્ટીના કેસ સતત વધી રહ્યા છે. આ રોગચાળામાં હાલમાં ટાઇફોઇડ, તાવ, ઝાડા ઉલ્ટી, કોલેરા જેવા રોગનો સમાવેશ થાય છે. પાણીજન્ય રોગો માં વધારો થતા પેરેન્ટ્સ પોતાના બાળકનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પાણીજન્ય રોગો માં તકલીફ વધી જવાથી હોસ્પિટલમાં એડમિટ થવાનો વારો પણ આવતો હોય છે. આ માટે અમારી તમને અપીલ છે કે આ દિવસોમાં બપોરના સમયે બને ત્યાં સુધી બહાર ના નીકળો અને સાથે ખાવા-પીવાની બાબતમાં પણ અનેક રીતનું ધ્યાન રાખો. કાળઝાળ ગરમીની અસર ગુજરાતમાં અનેક જગ્યાએ છે.

દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે સોમનાથ અને દીવમાં પણ ગરમીની અસર વધુ જોવા મળી હતી. ગરમીને કારણે પ્રવાસીઓનો ઘસારો પણ ઓછો થઇ ગયો છે.ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં વધારે ગરમી રહેશે ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં અસર વર્તાય તેવી શક્યતા છે એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી એપ્રિલ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તો ત્રીજી એપ્રિલ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisment