સુરેન્દ્રનગર: ચોટીલામાં સી.એમ.વિજય રૂપાણીના જન્મદિને 65,000 રોપાઓના વૃક્ષારોપાણને મળ્યું લંડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન

New Update

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે મુખ્યમંત્રી વિજયરૂપાણીના જન્મદિવસ નિમિત્તે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક સાથે 65,000 રોપાઓનું વાવેતર કરાયું હતુ. જે બદલ આ ઉત્કૃષ્ટ કાર્યને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન મળતા તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આયોજકોને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતુ.



મુખ્યમંત્રી વિજય રૂપાણીના 65માં જન્મદિવસ નિમિત્તે 2 ઓગષ્ટના રોજ રાજ્યભરમાં વિવિધ સેવાકાર્યો હાથ ધરાયા હતા. જે અંતર્ગત ચોટીલા શહેર અને ગ્રામ્યના 33 ગામોમાં એ દિવસે ચામુંડા માતાજી યુવા ગૃપ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે એકસાથે 65,000 રોપાઓનું વાવેતર કરાયું હતુ. આ ઉત્કૃષ્ટ કાર્યની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા લેવાઇ હતી અને આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ. જે અનુસંધાને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ "વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન"ના ગુજરાતના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આયોજકોને એનાયત કરવામાં આવ્યું હતુ.

Latest Stories