Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : બગોદરા નજીક તુફાન પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, 8થી વધુ લોકોને ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા

સુરેન્દ્રનગર : બગોદરા નજીક તુફાન પિકઅપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત, 8થી વધુ લોકોને ઇજા
X

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 8થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે લીંબડી-અમદાવાદ હાઈવે પર બગોદરા નજીક તુફાન પિકઅપ વાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે 8થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે રાજકોટની અલગ અલગ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વાપી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જતાં તેઓની તુફાન પિકઅપ વાન રોડ ઉપર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ભટકાતાં અકસ્માત થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ તો પોલીસે અકસ્માતે 3 લોકોના મોત, જ્યારે 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story