ગુજરાતમાં સૌથી વધુ "તાપમાન" ધરાવતો જિલ્લો સુરેન્દ્રનગર : પાટડીના રણ વિસ્તારમાં ગરમીના પારાએ હાફ સેન્ચુરી વટાવી
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણનું તાપમાન આજરોજ સૌથી વધુ 51 ડિગ્રીએ પહોંચ્યું હતું.
BY Connect Gujarat11 May 2022 12:36 PM GMT

X
Connect Gujarat11 May 2022 12:36 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણનું તાપમાન આજરોજ સૌથી વધુ 51 ડિગ્રીએ પહોંચ્યું હતું.જિલ્લામાં વધતા તાપમાન બાદ તંત્રએ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી છે.
હાલ ઉનાળાની સિઝનમાં ગુજરાત રાજ્યનું સૌથી હોટ સીટી સુરેન્દ્રનગર બન્યું છે. પાટડીના રણ વિસ્તારમાં આજરોજ સૌથી વધુ 51 ડિગ્રી તાપમાન પહોચ્યું હતું, ત્યારે રણમાં કામ કરતા અગરિયાઓ અને શ્રમિકોને સુરક્ષિત સ્થળે રહેવા અને ગરમીથી બચવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જોકે, હજુ આગામી 3 દિવસ સુધી ગરમીનો પારો ઉંચો જવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે, ત્યારે હજારો અગરીયાઓને રણમાં ઉંચા તાપમાન વચ્ચે રહેવાનો વારો આવશે. આ સાથે જ વહીવટી તંત્રએ જિલ્લામાં યર્લો એલર્ટ જાહેર કર્યું છે.
Next Story