Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : અશ્વોમાં ભાગ્યે જ બનતી ઘટનાએ લોકોમાં કુતુહલ સર્જ્યુ, મેવાસા ગામે ઘોડીએ 2 બચ્ચાને જન્મ આપ્યો...

ઘોડી હંમેશા એક ઘોડી અથવા ઘોડાને જન્મ આપતી હોય છે, ત્યારે કુતૂહલ સર્જતી આ ઘટનામાં ઘોડીએ બન્ને ઘોડીને જન્મ આપતા લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર : અશ્વોમાં ભાગ્યે જ બનતી ઘટનાએ લોકોમાં કુતુહલ સર્જ્યુ, મેવાસા ગામે ઘોડીએ 2 બચ્ચાને જન્મ આપ્યો...
X

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના એવા મેવાસા ગામે લોકોમાં કુતૂહલ પમાડે તેવી ઘટના બની છે. ઘોડાના શોખીન કાઠી દરબાર દીપ ખાચરની ઘોડીએ ઠાણ (જન્મ) એક સાથે 2 ઘોડીને જન્મ આપ્યો હતો. મોટાભાગે પ્રાણીઓમાં અને ખાસ કરીને અશ્વોમાં ઘોડી હંમેશા એક ઘોડી અથવા ઘોડાને જન્મ આપતી હોય છે, ત્યારે કુતૂહલ સર્જતી આ ઘટનામાં ઘોડીએ બન્ને ઘોડીને જન્મ આપતા લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે.


આ અંગે મંગળુ ઢોકળવાએ જણાવેલ કે, અશ્વોમાં વેટરનરી પિરિયડ 11 મહિના હોય છે. ઘણા કિસ્સામાં 6 મહિના પછી પણ રહેલો ગર્ભ ફેલ જવાની સંભાવના રહેતી હોય છે. તો ઘણીવાર જોડિયા અશ્વોમાંથી એક અશ્વ મૃત જન્મે એવું બને છે. આ અંગે જ્યારે ચોટીલાના પશુ દવાખાનાના ડોકટર નીરવ જોશીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, મારા તબીબી પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન આવી ઘટના પ્રથમવાર બની છે. મોટાભાગે ગાય અથવા ભેંસમાં 2 બચ્ચાને જન્મ આપવાની ઘટનાઓ બનતી હોય છે. પણ કોઈ ઘોડીએ એક સાથે 2 ઘોડીને જન્મ આપ્યો હોય તેવુ આ પહેલીવાર બન્યું છે. તબીબી ભાષામાં આવી ઘટનાને ડાયઝાયગોટીક ટ્વીન્સ કહેવાય છે. એટલે કે, એક સાથે 2 બિઝ છુટા પડી અને તેનું ફલન થવું અને આવી ઘટના ઘોડીમાં પ્રથમ વાર જોવા મળી છે. આ ઘટનાની વાત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચતા અશ્વપ્રેમીઓ આ ઘોડી તથા તેની 2 વછેરીને જોવા મેવાસા પહોંચી રહ્યા છે.

Next Story