Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ચોટીલામાં મહિલાને ડુંગરના પગથિયાં પર થઈ પ્રસૂતિ, બાળકીને આપ્યો જન્મ

મહિલાને ડુંગરના પગથિયા પર અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે પ્રસુતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો.

સુરેન્દ્રનગર : ચોટીલામાં મહિલાને ડુંગરના પગથિયાં પર થઈ પ્રસૂતિ, બાળકીને આપ્યો જન્મ
X

જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરે માનવ મહેરામણ દર્શન માટે માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યો હતો, ત્યારે અહી દર્શન માટે આવેલી એક મહિલાને ડુંગરના પગથિયા પર અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે પ્રસુતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો.

કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરે હેકડેઠેઠ માનવ મહેરામણ દર્શન માટે આવી પહોચ્યો હતો. માતાજીના ચરણોમાં શીશ નમાવવા માટે માઈભક્તોની અભૂતપૂર્વ ભીડ વધતા મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો, ત્યારે ચોટીલા દર્શન માટે આવેલી ગોધરાના મંડોડ ગામની મહિલાને ડુંગરના પગથિયા પર જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. જોકે, અભૂતપૂર્વ માનવ મહેરામણ વચ્ચે સફળ પ્રસુતિ થતા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, ત્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીનો જન્મ ચોટીલા ડુંગરે થતાં પરિવારમાં આનંદની લાગણી છવાય જવા પામી હતી.

Next Story