Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાનાં મોરવાડ ગામે પાનના ગલ્લા પર બેસી રહેવા બાબતે બે જુથ વચ્ચે અથડામણ, પોલીસે 48 લોકોની અટકાયત

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના નવી મોરવાડ ગામે વર્ષોથી અલગ અલગ જ્ઞાતિના પરમાર અને કાંજીયા પરિવાર પાસે પાસે રહે છે.

X

સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારી અને જૂથ અથડામણના બનાવો વધી રહ્યા છે ત્યારે ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જેમાં મામલો ઉગ્ર બનતા હિંસક અથડામણનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના નવી મોરવાડ ગામે વર્ષોથી અલગ અલગ જ્ઞાતિના પરમાર અને કાંજીયા પરિવાર પાસે પાસે રહે છે. જેમાં કાંજીયા પરિવારના એક વ્યક્તિ ગામમાં જ પાન મસાલાનો ગલ્લો ચલાવે છે ત્યાં ગલ્લા પાસે યુવાનો બેસી રહેતા હોવાથી તેમજ ગલ્લાની નજીક જ પરમાર પરિવારના મકાનો આવેલા હોવાથી આ અંગે બોલાચાલી થઈ હતી અને મામલો ઉગ્ર બનતા બને પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જે મામલે બન્ને પરિવારો દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જ્યારે મારામારીના બનાવ બાદ બને પરિવારો અને જ્ઞાતિના આગેવાનો સમાધાન માટે એકત્ર થયા હતા. જ્યાં ફરી બન્ને પરિવારના લોકો હિંસક હથિયાર વડે સામ સામે આવી જતા જૂથ અથડામણ થઈ હતી જેમાં ૦૪ થી ૦૫ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જે અંગેની જાણ થતા લીંબડી dysp સી.પી. મુંધવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ બન્ને પરિવારના મળી ફૂલ ૪૮ જેટલા લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મામલો થાળે પાડયો હતો

Next Story