Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : સુદામડાંમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ખનીજ માફિયાઓને ફટકાર્યો 2.68 કરોડનો દંડ...

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડાંમાં ખનીજ ચોરી કર્યા હોવાની બાતમી મળતા ખનીજ વિભાગએ દરોડા ખનીજ ચોરી કરતાં વાહનોની જપ્ત કરી ખનીજ માફિયાઓને 2.68 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડાંમાં ખનીજ ચોરી કર્યા હોવાની બાતમી મળતા ખનીજ વિભાગએ દરોડા ખનીજ ચોરી કરતાં વાહનોની જપ્ત કરી ખનીજ માફિયાઓને 2.68 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડાં ગામે ઇતિહાસની સૌથી મોટી ખનીજ ચોરી ખનિજ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમેં દરોડા પાડી ઝડપી લેવામાં આવી છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને 2.68 કરોડનો દંડ ફટકારી અને ખનિજ ચોરી કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એ.ઓ.જી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સોતાજ યાદવ અને તેના પુત્ર કુલદીપ યાદવ પર વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત સોતાજ યાદવના ઘરેથી ગેરકાયદેસર હથિયાર અને પિસ્તોલ અને કારટીસ મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે ખનીજ ચોરીની સૌથી મોટી રેડ બાદ પોલીસ વિભાગે પણ અલગ અલગ બાબતે ખનિજ માફિયા સામે તપાસ હાથ ધરી છે.

Next Story