સુરેન્દ્રનગર : ભુસાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ

રૂ. 46 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

New Update

સુરેન્દ્રનગર : ભુસાની આડમાં થતી દારૂની હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ, રૂ. 46 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાંથી એલસીબી પોલીસે ભુસાની આડમાં છુપાવીને થતી ઈંગ્લીશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક ટ્રકમાંથી 8400 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જીલ્લામાંથી પ્રોહિબિશન અને જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ-અલગ ટીમો બનાવી કડક કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બલદાણા ગામના બોર્ડ પાસે આવેલી રામેશ્વર હોટલના કમ્પાઉન્ડમાં ટાટા કંપનીનો ટ્રક નંબર RJ-29-GA-8942 વાળામાં ગેરકાયદેસર પરપ્રાંતિય વિદેશી દારૂ ભરેલો હોવાની મળેલી પાકી બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો.

જેમાં પોલીસે ઘટના સ્થળ પરથી ટ્રક ચાલક હનુમાનરામ વિરમારામ જાખડ જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-26, રહે-કકરાલા મુલાની તા. છેડવા, જી. બાડમેર (રાજસ્થાન) તથા ક્લીનર ટીકમારામ ભીયારામ થોરી જાતે ચૌધરી જાટ ઉંમર વર્ષ-21, રહે-પનોરીયા, તા.સેડવા, થાના-બાકાસર, જી. બાડમેર (રાજસ્થાન)ની કબ્જા ભોગવટાની ટ્રકમાં પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલા ભુસાની આડમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ 750 એમએલની બોટલો નંગ-8397, કિંમત રૂ. 31,48,875, ટ્રકની કિંમત રૂ. 15,00,000 તેમજ રોકડ રકમ રૂ. 6780 તથા મોબાઇલ નંગ-4 અને રાઉટર નંગ-1, કિંમત રૂ. 12,000, રસ્સો કિંમત રૂ. 5,00, તાડપત્રી કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 46,68,655ના મુદામાલ મળી આવ્યો છે.

જોકે, આ વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપનારા રામારામ ચૌધરી જાટ હાજર નહી મળી આવતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી નાસી છુટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી આ કેસની વધુ તપાસ વઢવાણ પોલિસને સોંપવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.