Connect Gujarat
ગુજરાત

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલ તિસ્તા સેતલવાડે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા...

ગુજરાત તોફાનને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડ અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી હતી

ગુજરાત ATS દ્વારા ધરપકડ કરાયેલ તિસ્તા સેતલવાડે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા...
X

ગુજરાત તોફાનને લઇ ચર્ચામાં આવેલી તિસ્તા સેતલવાડ અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી હતી, ત્યારે હવે તિસ્તા સેતલવાડ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

ગુજરાત હાઈ કોર્ટ માંથી જામીન ન મળતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જસ્ટિસ યૂ.યૂ.લલિત અધ્યક્ષતાવાળી બેન્ચમાં 22 ઓગસ્ટના રોજ સુનાવણી થશે. ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે. DIG, ATS દીપેન ભદ્રનની અધ્યક્ષતામાં DCP ક્રાઇમ ચૈતન્ય માંડલિક, ATS SP સુનીલ જોશી દ્વારા તિસ્તા સેતલવાડ કેસની તપાસ થઈ રહી છે.

2002ના રમખાણો વખતે ખોટા ફંડિંગ મામલે ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી હતી. સેતલવાડ અને સાગરીતો દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા. ખોટા દસ્તાવેજો રજૂ કરીને અલગ-અલગ કમિશનમાં આપ્યા હતા. NGO મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવામાં આવ્યું હતું. આ પહેલા પણ કેસની તપાસ કરતી SITની તપાસમાં મોટા ખુલાસા થયા હતા. 18 જુલાઈ SITએ સોંપેલા રિપોર્ટમાં કેસના તાણાવાણા પરથી પડદો ઉઠ્યો હતો. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવામાં પૂર્વ IPSની મહત્વની ભૂમિકા હોવાનું ખુલ્યું હતું. નોંધનિય છે કે, સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમાં હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમાં ખોટુ સોગંદનામુ કર્યું હોવાનો ખુલાસો થયો હતો.

Next Story