Connect Gujarat
ગુજરાત

'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD જવાન પર હિંચકારો હુમલો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, હત્યા, મારામારી અને ખંડણી સહિતના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે.

અસામાજિક તત્વોનો આંતક દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD જવાન પર હિંચકારો હુમલો કર્યો
X

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. દસાડાના વણોદ ખાતે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. જેમાં નાઇટ ડ્યુટી કરી રહેલા GRD જવાન પર હિંચકારો ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તીક્ષ્ણ હથીયાર વડે ત્રણ શખ્સોએ કર્યો ઘાતક હુમલો કર્યો હતો. જેમાં GRD યુવાનને હથેળીના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા હતા. અને એને વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. જિલ્લામાં ચોરી, લૂંટફાટ, હત્યા, મારામારી અને ખંડણી સહિતના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યાં છે. આ સનસનીખેજ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં દસાડા પોલિસ મથકના તાબામાં આવતા વણોદ ખાતે અસામાજિક તત્વોનો આંતક સામે આવ્યો છે. જેમાં નાઇટ ડ્યુટી કરી રહેલા GRD જવાન પર હિંચકારો ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તીક્ષ્ણ હથીયાર વડે ત્રણ શખ્સોએ GRD જવાન પર ઘાતક હુમલો કર્યો હતો. જેમાં GRD યુવાનને માથાના ભાગે ઇજા પહોંચવાની સાથે હથેળીના ભાગે 20થી વધુ ટાંકા આવ્યા હતા.

આથી એને વણોદ ખાતે જ પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ એને વધુ સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ દસાડા પોલિસે તાકીદે વણોદ ઘટનાસ્થળે દોડી જઇ મહેસાણા હોસ્પિટલે સારવાર લઇ રહેલા GRD જવાનનું નિવેદન લઇ વણોદના ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ તો આ ત્રણેય શખ્સોએ અગાઉના કોઇ ઝધડાનું મનદુ:ખ રાખીને GRD જવાન પર હિચકારો હુમલો કર્યો હોવાની ચોંક‍ાવનારી હકીકતો સામે આવી છે.

Next Story