Connect Gujarat
ગુજરાત

બ્રિજ તૂટી ગયો અને કોઈ કાર્યવાહી નહીં, એ જ કંપનીને ફરી કામ આપવા ઔડાએ માંગી મંજૂરી

ઓવરબ્રિજના ચાલુ કામમાં ગત 21મી ડિસેમ્બર 2021 ના રોજ રાત્રીના 12.00 વાગ્યા પછી બોપલ બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી.

બ્રિજ તૂટી ગયો અને કોઈ કાર્યવાહી નહીં, એ જ કંપનીને ફરી કામ આપવા ઔડાએ માંગી મંજૂરી
X

બોપલ વિસ્તારમાં 78.05 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજના ચાલુ કામમાં ગત 21મી ડિસેમ્બર 2021 ના રોજ રાત્રીના 12.00 વાગ્યા પછી બોપલ બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. ઘટના બાદ બ્રિજનું કામ બંધ કરી સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.અમદાવાદના બોપલમાં ગત 21મી ડિસેમ્બર 2021 માં આકર પામી રહેલા નવ નિર્મિત બ્રિજ તૂટી પડ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા બ્રીજ તૂટવાની ઘટના પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

બ્રિજ તૂટવાને અઢી મહિના બાદ તપાસ પૂર્ણ થઈ છે. જો કે, હજી સુધી ઔડા દ્વારા બ્રિજ તૂટવાની ઘટના માં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. નવાઈની વાત તોએ છે કે, આ દુર્ઘટનામાં રણજીત બિલ્ડકોન નામની કંપની બેદરકારી હતી તેને જ ફરી બ્રિજ બનાવવાનું કામ સોંપાયું છે. ઉલ્લેખનીય છે કે, ઔડાએ રણજીત બિલ્ડકોન ફરી કામ આપવા સરકારની મંજૂરી માંગી હતી. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજનો એક હિસ્સો ગત 22મી ડિસેમ્બર 2021 ના મોડી રાતે એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Next Story