આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશન સજ્જ…

તા. 1 ડિસમ્બરના રોજ યોજાશે પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ મહોલમાં મતદાન થાય તે માટે તંત્ર બન્યું સજ્જ

આવતીકાલે રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશન સજ્જ…
New Update

આવતીકાલે તા. 1 ડિસમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વેળા શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન થાય તે માટે ચૂંટણી કમિશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે તા. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી કમિશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુરત જિલ્લાના 4700 મતદાન મથકો પર પોલીંગ સ્ટાફ અને વોટિંગ મશીન સહિત સામગ્રી પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકો પર 19500 સરકારી સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. પોલીંગ સ્ટાફે આખી રાત મતદાન મથક પર જ રહેવાનું રહેશે. તો સુરક્ષા માટે પોલીસ અને પેરા મિલિટરી ફોર્સની ટીમનો ગોઠવી દેવામાં આવી છે.

તો આ તરફ, ઝંઝાવતી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા પ્રથમ તબક્કાના મતદાનને લઇ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામારા તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર નવસારી જિલ્લામાં 10,78,260 જેટલા મતદારો નોંધાયા છે, ત્યારે આવતીકાલે નવસારી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે.

તો બીજી તરફ, તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક ઉપર પણ આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે, ત્યારે ચૂંટણીને લઈ કાઉન્ટડાઉન શરૂ થઈ જતાં તાપી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જેમાં આજરોજ EVM અને VVPAT મશીનોની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાપી જિલ્લા ચૂંટણી નિરીક્ષક અને કલેકટરના માર્ગદર્શન હેઠળ કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી. આ સાથે જ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગે પણ વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકના મતદાન મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

સુરેન્દ્રનગર જીલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે પણ પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે, ત્યારે આજરોજ શહેરની મહિલા ITI ખાતે EVM રિસિવિંગ અને ડિસ્પેંચિંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડી, દસાડા અને ચોટીલા બેઠક માટે આવતીકાલે કુલ 1543 મતદાન મથકો અને 944 મતદાન સ્થળો પર ચૂંટણીનું મતદાન થશે. સુરેન્દ્રનગર જીલ્લાના મહિલા અને પુરુષ સહિત 14.22 લાખ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેરા મિલિટરી ફોર્સની ટીમ ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.

અમરેલી જિલ્લાની વાત કરીએ તો, અમરેલીની 5 વિધાનસભા બેઠકો માટે પણ આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. કુલ 1412 મતદાન મથકો પર 6941 કર્મીઓ પોતાની ફરજ બજાવશે. તો બીજી તરફ, 3720 જેટલા સુરક્ષા કર્મીઓ ચૂંટણી મતદાનમાં ખડેપગે હાજર રહેશે, ત્યારે અમરેલી જિલ્લામાં શાંતિમય રીતે મતદાન થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર પણ કામે લાગ્યું છે.

#Assembly Election 2022 #Tapi #Gujarat Election2022 #Navsari #Surendranagar #Connect Gujarat #Election Commission #Amreli #first phase of polling #polling #Gujarat #Beyond Just News #Surat #Election 2022
Here are a few more articles:
Read the Next Article