રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ,થશે જળબંબાકાર,જાણો ક્યાં કેટલો પડશે વરસાદ
7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 4 જુલાઈથી 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRF સતર્ક બન્યું છે.
7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.આગામી 4 જુલાઈ નારોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં જ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રીક વરસાદની આગાહીને પગલે વડોદરા NDRFના હેડક્વાટરથી 5 ટીમ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પહોંચી ગઇ છે. તમામ જરુરી સાધનો સાથે NDRF ની 3 ટીમ રાજકોટ જ્યારે એક ટીમ સુરત તૈનાત કરાઈ છે. આ તરફ ગાંધીનગરથી એક ટીમ બનાસકાંઠા પહોંચી ગઇ છે. ભારે વસાદની સ્થિતિને પહોચીં વળવા NDRF ની ટીમ સજ્જ છે.