Connect Gujarat
ગુજરાત

ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં 35%નો વધારો,આ ત્રણ રાજ્યમાં સૌથી વધુ કેસ

સતત 11 અઠવાડિયાથી કોરોનાનાં કેસ ઘટ્યા બાદ ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં 35%નો વધારો થયો છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે દિલ્હીની નજીકનાં જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સર્વાધિક વૃદ્ધિ કરી છે.

ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં 35%નો વધારો,આ ત્રણ રાજ્યમાં સૌથી વધુ કેસ
X

સતત 11 અઠવાડિયાથી કોરોનાનાં કેસ ઘટ્યા બાદ ભારતમાં કોરોનાનાં નવાં કેસની સંખ્યામાં 35%નો વધારો થયો છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશે દિલ્હીની નજીકનાં જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવાં કેસમાં સર્વાધિક વૃદ્ધિ કરી છે. જોકે, કોરોનાનાં કૂલ કેસની સંખ્યા હવે ઘઠી છે અને અત્યાર સુધીમાં કોવિડ19નાં કેસની સંખ્યામાં પણ ઘટાડો છે અને હાલમાં સંક્રમણનાં નવાં કેસમાં વૃદ્ધિ ઉપરનાં ત્રણ રાજ્યો સુધી જ સીમિત છે.ભારતે રવિવાર (11-17 એપ્રિલ)નાં પૂર્ણ થતાં અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 6,610 નવાં કેસ નોંધાયા છે. જે આ પહેલાંનાં અઠવાડિયે 4,900 હતાં.

કેરળનાં આંકડા જોડીએ તો ગત અઠવાડિયામાં કોરોના સંક્રમણનાં આશરે 7,010 નવાં કેસ સામે આવ્યાં હતાં. કેરળે હાલનાં અઠવાડિયાથી કોવિડ ડેટા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. ગત અઠવાડિયે (4-10 એપ્રિલ)માં કેરળમાં કોરોના પોઝિટિવનાં 2,185 નવાં કેસ આવ્યાં હતાં. જે દેશમાં કૂલ નવાં કોવિડ-19 કેસનાં ત્રીજા ભાગનાં હતાં. દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી થતા મોતમાં ઘટાડો ચાલુ છે. આ અઠવાડિયા દરમિયાન ફક્ત 27નાં મોત થયા છે જે 23-29 માર્ચ બાદથી 2 વર્ષમાં સૌથી ઓછા છે. આ પહેલાનાં અઠવાડિયામાં 54 લોકોનાં મોત થયા હતાં. જેમાંથી 13 કેરળમાં હતાં. સંક્રમણમાં વૃદ્ધિ વાળા તમામ ત્રણ રાજ્યોમાં એક અઠવાડિયાની અંદર નવાં કેસ બમણાથી અધિક જોવા મળ્યાં છે. દિલ્હીમાં નવાં કેસની અત્યાર સુધીની સૌથી અધિક સંખઅયા 2,307 જોવા મળી છે. જે ગત ઠાડિયાનાં 943ની સરખામણીએ 145% વધુછે. દેશમાં રિપોર્ટ થયેલાં તમામ કેસમાં ત્રીજા ભાગથી વધુ દિલ્હીમાં જોવા મળ્યાં છે.

Next Story