Connect Gujarat
ગુજરાત

પોલીસ તંત્ર હરકતમાં, સોશિયલ મીડિયામાં ફેલાતી નેગેટિવિટી અટકાવવા પ્રયાસ કરશે

હાલમાં હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. ત્યારે પોલીસ પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે.

પોલીસ તંત્ર હરકતમાં, સોશિયલ મીડિયામાં ફેલાતી નેગેટિવિટી અટકાવવા પ્રયાસ કરશે
X

હાલમાં હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. ત્યારે પોલીસ પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. પોલીસ હવે સોશિયલ મીડિયામાં જે નેગેટિવ વાતો લોકો ફેલાવે છે તેને લઈને હવે પોલીસ પણ એક્ટિવ થયેલી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ બાદ હવે શહેર પોલીસ પણ સોશિયલ મીડિયામાં સક્રિય થઈ રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયા થકી નાના થી લઇ યુવાનો અને મોટી ઉમરના લોકો પણ સક્રિય રહેતા હોય છે અને તેમાં પણ પોલીસના નેગેટિવ વીડિયો તેમજ વાતો વધુ વાઇરલ થતાં હોય છે. જેનાથી અમુક સમયે પોલીસની છબી ખરડાતી હોય છે ત્યારે પોલીસે આવી નેગેટિવિટી ફેલાઈ નહિ તેને લઈને દરેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા સૂચના આપી છે. પોલીસના ઓફિસિયલ ગ્રુપ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકમાં બનાવવામાં આવેલા ગ્રુપમાં પોલીસની સક્રિય અને હકારાત્મક કામગીરી લોકો સુધી પહોંચાડવામાં આવશે.

અમદાવાદમાં શહેર પોલીસ પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે. જેમાં પોલીસ પણ સોશિયલ મીડિયામાં સક્રિય થઈ રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયામાં તમામ ઉમરના લોકો પણ સક્રિય રહેતા હોય છે અને તેમાં પણ પોલીસના નેગેટિવ વીડિયો તેમજ વાતો વધુ વાઇરલ થતાં હોય છે. જેનાથી અમુક સમયે પોલીસની છબી ખરડાતી હોય છે ત્યારે પોલીસે આવી નેગેટિવિટી ફેલાઈ નહિ તેને લઈને દરેક પોલીસ કર્મીઓ અને અધિકારીઓને વધુમાં વધુ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા સૂચના આપી છે. પોલીસના ઓફિસિયલ ગ્રુપ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકમાં બનાવવામાં આવેલા ગ્રુપમાં પોલીસની સક્રિય અને હકારાત્મક કામગીરી લોકો સુધી પહોંચાડવામાં આવશે. સૌ પ્રથમ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રમાણે સક્રિય અને હકારાત્મક કામગીરી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હતી તેજ રીતે હવે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ લોકોને જરૂરી માહિતીઓ પહોંચે તેમજ પોલીસની કામગીરી અંગે જાણ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ જે લોકોક નેગેટિવ વિડીયો અને ને ખોટી પોસ્ટ કરતા હોય છે તેમને પણ પકડશે અને તેમની પોઝિટિવ કામગીરીની પણ સોશિયલ મીડિયામાં મુકશે.

Next Story