ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પૂર્ણ કરી. મહત્વનું છે કે, કોંગ્રેસે માંગ કરી હતી કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી થાય ત્યારે ચૂંટણી પંચ EVMની અછતના કારણે તે રીતે જ મતદાન યોજશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારી પત્ર ભરી શકાશે. આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં EVMનો ઉપયોગ નહીં થાય તેવો નિર્દશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપરથી યોજાનાર છે એવામાં રાજ્યમાં નવી 191 ગામોમાં પંચાયત સ્થાપવા મંજૂરી અપાઇ છે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો થશે, આમ હવે ગ્રામ પંચાયતના આંકડામાં પણ વધારો થશે. પંયાત વિભાગે ગ્રામપંચાયતોની મંજૂરી માટે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે. રાજ્યના 300 ગામો એવા છે જ્યાં વસ્તી 200 લોકોથી ઓછી છે જેમાં કચ્છ સૌથી વધુ 47 ગામોમાં 200 લોકો કરતાં ઓછી વસતી છે. તેવામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ રાજ્ય સરકારે ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપી દીધી હતી.