Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 352 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 1006 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં આજે 352 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 1006 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10007 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 1006 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.70 ટકા છે. અત્યાર સુધીમાં 2,08,21,654 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,63,630 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી 802187 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 8884 પર પહોંચ્યો છે. જેમાંથી 219 દર્દી વેન્ટિલેટર પર અને 8665 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 48, સુરત કોર્પોરેશનમાં 48, વડોદરા કોર્પોરેશનમાં 29, સુરત 23, રાજકોટ કોર્પોરેશન 22, વડોદરા 21, પોરબંદર 13, ગીર સોમનાથ 12, ખેડા 12, અમરેલી 10, ભરુચ 10, બનાસકાંઠા 9, જૂનાગઢમાં 9, નવસારી 9, વલસાડ 8, ગાંધીનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 6, કચ્છ 6, પંચમહાલ 6, સાબરકાંઠા 6, આણંદ 5, દેવભૂમિ દ્વારકા 5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 4 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત 1, જૂનાગઢ 1 દર્દીનું મોત થયું છે.

Next Story