Connect Gujarat
ગુજરાત

દિવાળીમાં સરકારી બાબુઓ ગિફ્ટ લેતા પહેલા વિચારજો એક ગિફ્ટ બગાડશે દિવાળી!

લાંચ લેતા લાંચિયા સરકારી બાબુઓ દિવાળીમાં વધુ એક્ટિવ થતા હોય છે. ભેટ સોગાદના નામે લાંચ લેતા બાબુઓની હવે ખેર નથી.

દિવાળીમાં સરકારી બાબુઓ ગિફ્ટ લેતા પહેલા વિચારજો એક ગિફ્ટ બગાડશે દિવાળી!
X

રાજ્યમાં લાંચ લેતા લાંચિયા સરકારી બાબુઓ દિવાળીમાં વધુ એક્ટિવ થતા હોય છે. ભેટ સોગાદના નામે લાંચ લેતા બાબુઓની હવે ખેર નથી.રાજ્યમાં ACB એ આવા બાબુઓને પકડવા એક્શન પ્લાન ગોઠવી દીધો છે.

ACBએ એક પ્રેસનોટ જાહેર કરીને ભેટ સોગાદ લેતા સરકારી બાબુઓને ચેતવ્યા છે દિવાળી આવે એટલે સરકારી બાબુઓની ઓફિસોમાં ભેટ સોગાદોના ઢગલા થાય છે.માનીતા મોંઘીદાટ ગિફ્ટ આપીને અધિકારીને ખુશ કરે. જોકે કાયદાની ભાષામાં ભેટ સ્વીકારવાને લાંચ માનવામાં આવે છે. અને આ દિવાળીમાં આવા લાંચિયા બાબુ પર લગામ કસવા ACBએ એક્શન પ્લાન ઘડ્યો છે. એક્શન પ્લાનના ભાગરૂપે ACBએ વિવિધ ટીમોની રચના કરી છે. આ ટીમ સરકારી કચેરીઓ પર વોચ રાખી. અને ભેટ સ્વીકારનાર લાંચિયા બાબુને રંગેહાથ ઝડપી લેશે.લાંચિયા અધિકારીઓ દિવાળીમાં ભેટ સ્વરૂપે રોકડ, સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, હવાઇ પ્રવાસ, વિદેશની ટ્રીપ કરવામાં આવતી હોય છે. ત્યારે આવા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવા ACBએ પોતાના બાતમીદારોને કામે લગાવી દીધા છે. આમ શુભેચ્છા નામે સેટિંગ કરતા સરકારી બાબુઓ ચેતી જવાની જરૂર છે. અન્યથા એક ગિફ્ટ, બાબુઓની દિવાળી બગાડી શકે છે.

Next Story