ત્રીજી લહેરની શરૂઆત ! દેશના આ શહેરમાં 5 દિવસમાં 242 બાળકો કોરોના સંક્રમિત

રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે
. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે. બેંગ્લુરુ મહાનગર પાલિકાએ જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં 19 વર્ષના ઓછામાં ઓછા 242 બાળકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે કદાચ ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. આંકડામાં જણાવ્યાનુસાર તેમાં 106 બાળકોની ઉંમર 9 વર્ષથી ઓછી, 136 બાળકો 9 અને 19 વર્ષની વચ્ચેના છે.
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1338 નવા કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી થોડા દિવસોમાં કોરોનાના કેસો ત્રણ ગણા વધી જશે અને આ મોટો ખતરો છે. કર્ણાટક સરકારે આ જિલ્લામાં નાઈટ અને વીકેન્ડ કરફ્યુ લગાડી દીધો છે. તે ઉપરાંત કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરહદે પણ પ્રવેશની પાબંધી ફરમાવી દેવાઈ છે. ફક્ત આરટી-પીસીઆર સર્ટિફિકેટવાળા લોકોને જ અવરજવરની છૂટ આપવામાં આવી છે.
પંજાબમાં સ્કૂલો ખોલવાનું અવળું પરિણામ આવ્યું છે. લુધિયાણાની બે સ્કૂલોમાં 20 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. લુધિયાણાના ડેપ્યુટી કમિશનર વીકે શર્માએ જણાવ્યું કે લુધિયાણામા સ્કૂલો ચાલી રહી છે. શહેરની બે વિદ્યાલયોમાં 20 બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે. કોરોનાગ્રસ્ત બાળકોને અલગ પાડી દેવાયા છે. જોકે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં છે તેમની સારવાર ચાલી રહી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT