Connect Gujarat
ગુજરાત

ગૃહરાજ્યમંત્રી વિરૂદ્ધ અસંસદીય શબ્દનો પ્રયોગ કરતાં કોંગ્રેસના આ ધારાસભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ...

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે અસંદીય શબ્દ પ્રયોગ કરતાં 7 દિવસ માટે સ્પેન્ડ કરાયા

ગૃહરાજ્યમંત્રી વિરૂદ્ધ અસંસદીય શબ્દનો પ્રયોગ કરતાં કોંગ્રેસના આ ધારાસભ્ય 7 દિવસ માટે સસ્પેન્ડ...
X

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે અસંદીય શબ્દ પ્રયોગ કરતાં 7 દિવસ માટે સ્પેન્ડ કરાયા વિધાનસભામાં બજેટ સત્રની ત્રીજા દિવસે ચાલી પ્રશ્નોત્તરી દરમિયા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પ્રશ્નનો યોગ્ય ઉત્તર ન મળતાં ભારે હોબાળો મચાવ્યો હતો.

આ વેળા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આવી દાદાગીરી અહીંયા ન ચલાવી લેવાય. ગૃહમંત્રીના આવા નિવેદન સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતાં, અને વિધાનસભા ગૃહમાં ઉભા થઈને ભારે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પૂંજા વંશે ગૃહરાજ્યમંત્રી અંગે અસંદીય શબ્દ પ્રયોગ કર્યો હતો. જેને લઈને ગૃહની કામગીરી થોડા સમય માટે ખોરંભે પડી ગઈ હતી. આ દરમિયાન રાજેન્દ્ર ત્રિવેદી આ શબ્દો પાછા ખેંચવા વિધાનસભાના અધ્યક્ષને સૂચન કરતાં અધ્યક્ષ નીમા આચાર્યએ ધારાસભ્ય પૂંજા વંશને શબ્દોને પાછા ખેંચવા કહ્યું હતું.

અંતે પૂંજા વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે, ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. જે અંગે ભાજપના ધારસભ્ય પંકજ દેસાઈએ અઘ્યક્ષ સમક્ષ પૂંજા વંશને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. અંતમાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને 7 દિવસ માટે સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ નીમા આચાર્ય દ્વારા કોગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશને અસંસદીય શબ્દ પ્રયોગ બદલ વિધાનસભા ગૃહમાંથી 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જેનો વિરોધ ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યો હતો. બાદમાં આ મામલે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

Next Story